શ્રી કપિલ ડી.કેસરીયા
પ્રમુખ શ્રી,
શ્રી મુન્દ્રા લોહાણા મહાજન
શ્રી અમુલ બી.ચોથાણી
મંત્રી શ્રી,
શ્રી મુન્દ્રા લોહાણા મહાજન
અમારા વ્હાલા જ્ઞાતિબંધુઓ અને વ્હાલા સાથીઓ...
કચ્છના પેરિસ તરીકે ઓળખાતા મુન્દ્રા શહેરમાં અંદાજીત ૩૦૦ કુટુંબોનું સંખ્યાબળ ધરાવતો આપણો મુન્દ્રા લોહાણા સમાજ સમસ્ત ગુજરાત-કચ્છમાં એક આગવી ઓળખ ધરાવે છે.
અગાઉ મહાજનશ્રી ના પ્રયત્નોથી "રઘુવંશી પરિવાર દર્શન" રૂપી વસ્તી ગણતરી બુક બહાર પાડવામાં આવી અને સમાજને સંગઠિત કરવાની સાથે કુટુંબોની માહિતી એકત્રિત થયેલ. પરંતુ તેનાથી પણ કંઈક વિશેષ આપવાની અમારી ભાવના અને આધુનિક યુગ સાથે તાલ મેળવવાની અમારી મહેચ્છાને મૂર્ત સ્વરૂપ આપવા સર્વે સ્નેહી-સાથીઓના સહકારથી આપસર્વે જ્ઞાતિજનો સમક્ષ શ્રી મુન્દ્રા લોહાણા મહાજનની અતિઆધુનિક વેબસાઈટ ખુલ્લી મુકતા અમો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
આ વેબસાઈટમાં આકર્ષક મુખ્ય-પૃષ્ઠ મુન્દ્રા લોહાણા સમાજનો ઈતિહાસ, પ્રવૃતિઓ, બંધારણ, સમાજમાં ઉજવવામાં આવતા વિવિધ કાર્યક્રમો ના ફોટોગ્રાફ્સ, કારોબારી મિટિંગની માહિતી તથા મહાજન, યુવકમંડળ, મહિલામંડળ તેમજ પૂર્વપ્રમુખશ્રીઓની યાદી, સંપર્કસુત્રો તથા સૌથી વિશેષ બાબત તમામ પરિવારોની વિગતવાર વ્યક્તિગત ફોટા સાથેની માહિતી આવરી લેવામાં આવી છે.
આપણી આ વેબસાઈટ મહાજનશ્રી દ્વારા સતતને સતત અપડેટ રાખવાના પુરેપુરા પ્રયત્નો કરવામાં આવશે જેમાં સર્વે જ્ઞાતિજનો પણ પુરેપુરો સાથસહકાર આપશે અને પોતાના પરિવારની માહિતી રજીસ્ટ્રેશન ફોર્મ દ્વારા ભરી સતત અપડેટ કરતા રહેશે તેવી આશા રાખીએ છીએ, જેથી આપણા સમાજની આધુનિક વેબસાઈટ ક્યારે પણ જૂની થશે નહિ અને મુન્દ્રા લોહાણા મહાજનને એક નવી ગરિમા પ્રદાન થશે અને આ વિવિધતાસભર વેબસાઈટ સમાજના તમામ લોકો માટે ઉપયોગી બની રહેશે.
તો આવો, આપણે સૌ સાથે મળીને મુન્દ્રા લોહાણા મહાજનને તન-મન અને ધનરૂપી સહયોગ આપી સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ એજ અભિલાષાસહ.....
જય જલારામ...જય દરિયાલાલ...જય શ્રીરામ...