પ્રવૃત્તિ

જલારામ જયંતી ઉત્સવ

શ્રી મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ ઉત્સવ સમિતીના આયોજન હેઠળ વિવિધ સમિતીઓ ની રચના કરી ઘણા વર્ષો થી આપાણી જ્ઞાતિના સંત શિરોમણી પૂજય જલારામ બાપાની જન્મજયંતિ ની ઉજવણી ખૂબ ધામધૂમ થી કરવામાં આવે છે.આ દિવસે જ્ઞાતિજનો બપોર બાદ પોતાના વ્યવસાયિક કાર્યો બંધ રાખી સમાજવાડી મધ્યે પૂજન અર્ચન તથા જલારામ બાપાની આરતી માં ભાગ લે છે.ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા(રવાડી) શહેર ના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે નગર ની પરિક્રમા કરી પરત વાડી મધ્યે પધારે છે,જયાં મહાપ્રસાદ નું આયોજન દાતાશ્રીઓ તથા જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યા મા જ્ઞાતિજનો લાભ લે છે, તેમજ જ્ઞાતિજનો ઘર દીઠ છક્ક્ડી ની નોંધ કરાવે છે.

ચૈત્રીબીજ ઉત્સવ

શ્રી મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા મહાજનની સ્થાપના સમયથી જ આપણા ઈષ્ટદેવ પૂજય દરિયાલાલ દેવની જન્મજયંતિ (ચૈત્રીબીજ) ની ઉજવણી ભાઈચારા અને ભક્તિભાવ થી કરવામાં આવે છે.આ દિવસે શ્રી રોકડીયા હનુમાનજીના મંદિરે વરુણ પૂજન તથા દરિયાલાલદેવની આરતી કરવામાં આવે છે, જેમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ભાગ લે છે. ત્યારબાદ નગરમાં ધામધૂમ થી શોભાયાત્રા નું પરિક્રમણ કરી જ્ઞાતિજનો સમાજવાડી મધ્યે પરત ફરે છે જયાં જ્ઞાતિજનો દરિયાલાલ દેવ નો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. આ દિવસે તમામ જ્ઞાતિ બંધુઓ પોતાના વ્યવસાયિક કામકાજ બંધ રાખે છે.

નવરાત્રી ઉત્સવ

શ્રી મુન્દ્રા લોહાણા મહાજનશ્રી ના સાનિધ્યમાં દર વર્ષે રાત્રે પૂજા અર્ચના તથા રાસ ગરબા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.

સરસ્વતી સન્માન સમારોહ

   શ્રી મુન્દ્રા લોહાણા યુવક મંડળ દ્વારા મહાજનશ્રી ના સાનિધ્ય માં છેલ્લા અઢી દાયકા થી જ્ઞાતિના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવે છે.જેમાં કેજી થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ ને પોતે મેળવેલ માર્કસ ના મેરિટ ધોરણે યુવક મંડળ દાતાશ્રી ઓ ના સહયોગ થી આ વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરે છે,તેમજ મંડળની પ્રણાલી મુજબ કચ્છ તેમજ બહાર ના સમાજના હોદ્દેદારો,શૈક્ષણિક તજજ્ઞોને બોલાવી તેઓનું પણ સમાજ અને મંડળ દ્વારા સન્માન કરવામાં આવે છે,અને જ્ઞાતિ ના વિદ્યાર્થીઓ તેમની પાસે થી ઉચ્ચશિક્ષણ અને સામાજિક જ્ઞાન સભર માહિતી મેળવે છે,તથા વિશિષ્ટ કારર્કિદી મેળવનાર જ્ઞાતિના ભાઈ બહેનોનું આ મંચ ઉપર વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે.તેમજ જ્ઞાતિ ની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે છે.

શિક્ષણ સહાય

શ્રી મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા તમામ જ્ઞાતિના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં આગળ વધવા માટે નિઃશુલ્ક કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ સહાય આપવામાં આવે છે. તથા શ્રી મુન્દ્રા લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ, મુન્દ્રા તાલુકા તથા સમસ્ત યુવક મંડળ તેમજ મહિલા મંડળના ઉપક્રમે ૫૦% રાહતના દરે દરેક જ્ઞાતિ માટે નોટબુકનું વિતરણ વ્યવસ્થા મહાજન દ્વારા કરવામાં આવે છે.

તેમજ બીજી ઘણી બધી સમાજ ઉપયોગી પ્રવૃતિઓ... !