ઈન્ટરનેટના માધ્યમ દ્વારા શ્રી મુન્દ્રા લોહાણા મહાજન સાથે જોડાનાર સ્નેહીઓને આવકાર..
સાથે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત..
કચ્છના પેરિસ તરીકે જાણીતા મુન્દ્રાનગરમાં શ્રી મુન્દ્રા લોહાણા મહાજનની ગતિવિધિઓથી આપસર્વે સુવિધિત હશો જ.
શ્રી મુન્દ્રા લોહાણા મહાજનની પ્રવૃતિઓના વિકાસની માહિતી આપને ઘરબેઠા કે ઓફિસમાં બેઠા-બેઠા જ મળી શકે અને એક-મેકના સહિયારા પ્રયાસોથી આપણેસૌ આ વેબસાઈટના માધ્યમથી એકબીજાની ખુબજ નજીક આવીએ અને ભાતૃભાવનામાં ઉત્તરોત્તર વધારો થાય તેવા અમારા નમ્ર પ્રયાસો સાથે આજના ડિજિટલ યુગને અનુરૂપ "સમાજના દર્પણ" સમાન આ અતિઆધુનિક વેબસાઈટ "સમાજને અર્પણ" કરતા શ્રી મુન્દ્રા લોહાણા મહાજન હર્ષ અને ગૌરવની લાગણી સાથે આપનું સ્વાગત કરે છે.
- શ્રી મનોજભાઈ એચ. કોટક
(પ્રમુખ-શ્રી મુન્દ્રા લોહાણા મહાજન)